તુષાર પટેલ, વડોદરા: વડોદરામાં માંડવી-ચોખંડી રોડ પર 90 વર્ષ જૂનું જર્જરિત મકાન ધરાશાયી થવાની ધટના ઘટી છે. આ દુર્ઘટનામાં 3 માળનું મકાન ધરાશયી થતા તેમાં રહેતાં 5 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું છે અને 4 લોકો ઘાયલ છે.
ફાયર બ્રિગેડે દોઢ કલાકની ભારે જહેમત પછી તમામને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ભદરુદ્દીન કુવાવાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
મકાન ધરાશયી થવાની આ ઘટનામાં ફાયર બ્રિગેડે 9 મહિનાની બાળકીને ભારે જહેમત બાદ બચાવી લીધી છે. ફાયર બ્રિગેડની કામગીરીમાં પોલીસની સાથે સાથે સ્થાનિક લોકો પણ જોડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે